શમણાંના ઝરૂખેથી - ૧૮. શમણાં શોધે શબ્દોનાં મર્મ..

  • 2.9k
  • 1.6k

૧૮. શમણાં શોધે શબ્દોનાં મર્મ.. મનમાં ચાલતાં વિચારોની સાથે સાથે છેલ્લા એક અઠવાડિયાની દરેક ઘટનાઓ નજર સામે પસાર થયા કરતી હતી. પ્રથમ દિવસથી વળગેલો ઘબરાટ હૃદયમાં સળવળ થયા કરતો હતો.... 'લગ્નજીવનની શરૂઆત થઈ તેનો આનંદ તો હતો જ. સુહાસ સાથે મળતી અમુક કલાકો પણ સારી લાગતી હતી; પણ નવા માહોલમાં પોતાની જાતને સેટ કરવું - બધાની રીતભાત ને ઓળખવી, સ્વભાવને સમજવા, કાર્યોની રીત, બધાને અનુરૂપ થવા માટે મનને મનાવવું, પોતાની જૂની આદતો સાથે આંખ-મિચોલી રમતા હોય તેવો અનુભવ થવો, કોને શું ગમશે અને શું નહીં ગમે તેનું ધ્યાન રાખવું - એ બધું, ધાર્યું એટલું સરળ પણ નહોતું. મનમાં ક્યાંક ડર