એ જ વખતે સબ ઈન્સ્પેક્ટર આવ્યા. પોતાની ચેમ્બરમાં જતી વખતે એ અહીંથી પસાર થયા. પચાસ વર્ષના એ પ્રભાવશાળી અધિકારીને જોઈને ધ્વનિત બાંકડા માંથી ઊભો થઈ ગયો. ''સર, મારે ફરિયાદ નોંધાવવાની છે.'' ઈન્સ્પેક્ટરની સામે જોઈને ધ્વનિતે પોતાની કેફિયતનું પુનરાવર્તન કર્યું. એ બોલતો હતો ત્યારે સબ ઈન્સ્પેક્ટરની આંખો ધ્વનિતનું નિરીક્ષણ કરતી હતી.''જો ભાઈ, કોઈ બાળક ખોવાઈ ગયું હોય તો શોધવામાં તકલીફ ના પડે પણ ત્રીસ વર્ષની મહિલા પોતાની મરજીથી ઘર છોડીને ગઈ હોય,એને શોધવાનું કામ અઘરું છે. મોટા ભાગે તો આવા કિસ્સામાં એ પોતાના પિયર અથવા કાકા-મામાના ઘરની દિશા જ પકડે.'' ધ્વનિતની સામે જોઈને સબ ઈન્સ્પેક્ટરે સમજાવ્યું. ''ત્યાં કોઈ સમજદાર વડીલ હોય