2. સહુ પોર્ટ બ્લેરની મૂળ ભૂમિ પર આવી પહોંચ્યા. દત્ત મહાશય એક ક્ષણ અટકી ગયા. એક અધિકારી બહેનને થયું કે તેમનો પગ અટક્યો. તેઓ દત્ત મહાશયનો હાથ પકડવા ગયાં. દત્ત મહાશય કહે આઈ એમ ઓકે. હું તો જેટીના અંતે જે પાળ છે તેના ખીલાઓ અને ખાડાઓ જોઉં છું. એ અધિકારી અને અન્યો દત્ત મહાશય સામે જોઈ રહ્યાં. દત્ત મહાશય એક પથ્થર પર તેમનો હાથ મૂકી કહે આ જે પથ્થરો છે તે મેં ખભે અને માથે ઊંચકી ગોઠવેલા. હું મારો ખાસ નિશાની વાળો ખીલો ગોતતો હતો. આ રહ્યો. થોડી લીલ સાફ કરી. હજી એમ જ છે. C D કોતર્યું છે તે ચારુ