ભૂતનો ઓછાયો...

(14)
  • 3.4k
  • 1
  • 1.2k

હું "સુરત" જિલ્લાના "ઉમરપાડા"તાલુકામાં 2001-2005 સુધી તાલુકા પંચાયતની ઓફિસમાં "ખેતીવાડી વિસ્તરણ અધિકારી" તરીકે ફરજ પર હતો.ત્યારે સુરતના "માંડવી" શહેરમાં રેન્ટ પર ત્યાંની એક સોસાયટીમાં ફેમિલી સાથે રહેતો હતો.જે શહેર ગુજરાતની પવિત્ર સૂર્યપુત્રી "તાપી નદી"ના રમણીય કિનારે શોભે છે.સુરતમાં મને આ નગરમાં રહેવાની ખૂબ મજા આવી હતી.નદીને કિનારે પથરાળ ભૂમિમાં મીઠા પાણીમાં નહાવાની ખૂબ મજા આવતી.પાંડવકાલીન રામેશ્વર મહાદેવ મંદિર ખાતે જયારે મનને શાંત કરવું હોય ત્યારે મારું બાઈક લઇ ઉપડી જતો.પાણીનો ખળખળ નાદ સાંભળવો ખૂબ ગમતો.આ નગરની ભવ્યતા,રમણીયતા,નૈસર્ગીક વાતાવરણ, નદીનો ફાટલ પુલ પર લટાર મારવાનું ખૂબ ગમતું.ભલભલા માણસના મનને શાંત કરવાની તાકાત આ નદીને કિનારે પડેલી છે. આરોગ્યની દ્રુષ્ટિથી માંડી દરેક