બે હાથ વચ્ચે માથું પકડીને પાંત્રીસ વર્ષનો ધ્વનિત સોફા ઉપર બેઠો હતો. સામે ઊભેલા હંસા બહેન દીકરાને ખખડાવી રહ્યા હતા. ''તારા અપલખ્ખણને લીધે એ ઘર છોડીને ગઈ છે.એને સમજાવીને પાછી લઈ આવ.'' એમના અવાજમાં પીડા હતી.''તારે આખી જિંદગી એની જોડે કાઢવાની છે.અમે તો આજ છીએ ને કાલ નથી, ખરતું પાન કેવાઈ અમે.છાપામાં જાતજાતના સમાચાર આવે છે એ જોતો નથી?આજકાલ કેટલી ગુનાખોરી ની પ્રવૃત્તિ વધી ગઈ છે. હવે ફોન તો કર. બે કલાક પહેલાં પગ પછાડીને ઘરમાંથી ભાગી છે, પણ એ ક્યાં ગઈ હશે?'' કાંઈ ચિંતા જેવું છે તારે?''ફોન નથી કરવો.'' રઘવાયેલા ધ્વનિતે દાંત ભીંસીને કહ્યું. ''એ મરી જાય તોય મને