અધૂરી ઇચ્છા

(30)
  • 4k
  • 1.5k

અધૂરી ઈચ્છા (આ વાત વર્ષ 2000ની છે.) રાજકોટના પ્રતિષ્ઠિત સર્જન ડૉ. ભાસ્કર જોષીની રાજકોટમાં હોસ્પિટલ હતી. રાજકોટ અને એની આસપાસના ગામોમાંથી લોકો ટ્રીટમેન્ટ અને સર્જરી માટે ડૉ. જોષી પાસે જ આવતા હતા કારણકે ડૉ. જોષી સાચું નિદાન અને સાચી પ્રેક્ટીસ બંન્ને બરાબર રીતે કરતા હતા. ડૉ. ભાસ્કર જોષીએ એમની સાથે જ ભણતી ડૉ. શીલા સાથે લવમેરેજ કર્યા હતા. બંન્નેનું દામ્પત્યજીવન ખૂબ સરસ ચાલતું હતું. ડૉ. શીલા MBBS થયેલા હતા એટલે તેઓ વધારે સમય હોસ્પિટલના મેનેજમેન્ટમાં આપતા હતા. લગ્નના ચાર વર્ષ બાદ એમના ત્યાં પુત્રીનો જન્મ થયો હતો. જેનું નામ એમણે દિવ્યાંશી પાડ્યું હતું. દિવ્યાંશી નડિયાદમાં રહી મેડીકલનો અભ્યાસ કરી રહી