૧૬. જાણે શમણાંને મળ્યું ખુલ્લું આકાશ.. પોતાનાં પર મુકાયેલ દરેક હાથનાં સ્પર્શમાં ફર્ક હતો. સુલેખા કે નીતાઆંટીનો હાથ સાંત્વના કે હૂંફ પુરા પાડી જતા હતા. મમ્મીનો માથે મુકાયેલો હાથ એક હુંફનો અનુભવ કરાવી જતા હતા. પણ, જિંદગીની જંગ તો પોતે જ લડવાની હતી. એ બધાંથી અલગ હતો પપ્પાનો હાથ. માથા પર મુકાયેલો પપ્પાનો એ હાથ અને દ્રષ્ટિમાં હિંમત કે સાંત્વના માત્ર નહોતી; સંપૂર્ણ હાજરી અને જવાબદારીની ખાત્રી પણ હતી. "કોઈ વાતની ચિંતા ન કરીશ, બેટા. કંઈ પણ મૂંઝવણ હોય તો તારા પપ્પાને કહેતા ખચકાઈશ નહીં. હું બેઠો છું." પપ્પાના એ શબ્દો નમ્રતાના હૃદયમાં સળવળી ઉઠ્યા. દીકરી માટે પોતાનાં પપ્પાના