નશો હેલે ચડ્યો!

  • 3.8k
  • 1.4k

પત્નીનું વર્તન દિવસે ને દિવસે બદલાતું હોય એવો અહેસાસ જીગરને થતો ગયો અને એની નશાની દીવાનગી શરૂ થઈ. નવા નશીલા મિત્રોની સોબત જામતી ગઈ. જીગરનું હૃદય વ્યાકુળતા, બેચેની અને સંશય થી ઘેરાઈ, થાકી ને હારી; આખરે દારૂની બોટલમાં હિલોળા લેતું થયું. પત્નીને પોતાની સાથે વાત કરવાનો કે બે ઘડી સ્મિત આપવાનોય અવસર ન હોય એમ કેમ ચાલે ! એની ફોન પરની વાતો - સમજ ન પડે - પણ, જિગરના હૈયામાં જાણે શૂળની જેમ ભોંકાવાં લાગી'તી. રસોઈ માં ક્યારેક સ્વાદ નો જાદૂ રહતો, જ્યાં હવે વારંવાર મીઠું વધ-ઘટ થાય તો ક્યારેક મરચું ! પત્નીનો પ્રેમ કોઈક દુનિયામાં