#નડાબેટ ગુજરાત રાજ્ય બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના રણ સ્થિત તીર્થ નડેશ્વરી માતનાં દર્શન સાથે Indo-pak બોર્ડર જોવા-નીરખવાની અમારાં ફેમિલીની વરસોથી ઈચ્છા હતી.સદરહું સ્થળે ગઇ કાલે તા 27/02/2022 ની સવારે અમારી કાર દ્વારા થરાદના રાણેસરી ગામે એક સામાજિક કામ પતાવી "નડાબેટ" ખાતે બપોરના 1 વાગે પહોંચ્યાં.પ્રથમ BSF દ્વારા પ્રદર્શની નિહાળી આ જગ્યાએ ખૂબ ભવ્ય લોકેશન રણમાં બનાવ્યું છે.થોડી કાળજી એ રાખવી ઘટે કે ત્યાં જવા આવવા માત્ર એકજ અને સાંકડો પાકો રોડ છે.નડેશ્વરી માતાના મંદિર પરિસર સુધી જવા આવવાની તકલીફ પડતી નથી,પરંતુ indo-pak બોર્ડર ત્યાંથી 25 km દૂર જવા રણમાં સિંગલ પાકો રોડ છે.ડ્રાઇવ કરતી વખતે કુનેહ સાવધાની રાખી જશો તો રણ