પરિતા - ભાગ - 6

(14)
  • 3.9k
  • 2.2k

સંપૂર્ણ હિન્દુ રીતિ- રિવાજ પ્રમાણે વિધિસર સમર્થ અને પરિતાનાં લગ્ન કરવામાં આવ્યાં. બધું જ સારી રીતે પાર પડી ગયું હતું. મુંબઈમાં એકલી રહેતી પરિતા પાંચ વર્ષે ઘરે થોડાં દિવસ માટે પાછી ફરી હતી ને અચાનક જ એનાં લગ્ન ગોઠવાઈ ગયાં ને એ હવે સાસરે સાસુ - સસરા, પતિ સાથે રહેવા લાગી હતી. શરૂઆતનાં દિવસો તો હનીમૂન માટે ફરવા જવામાં, નજીકનાં સગાં - સંબંધીઓને ત્યાં મળવા જવામાં, પસાર થઈ ગયાં પણ પછી...., પછી પરિતાને ઘરમાં રહેવાનું અઘરું થવા માંડ્યું હતું. એવું નહોતું કે એને ઘરકામ કરવામાં કંટાળો કે પછી રસોઈ કરવાનો અણગમો હતો, એ બધું કામ તો એ ફટાફટ કરી લેતી