૧૫. શમણાં ચાલ્યા સજી શણગાર.. .....સવાર થતાંની સાથે જ ઘરનો માહોલ સંગીતમય બની ગયો હતો. નમ્રતાના શમણાંનો સારથી આવે તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. નમ્રતા પણ સુંદર મજાના શણગારમાં દીપી ઉઠી હતી. જાનૈયાઓની આગતા-સ્વાગતાની તૈયારીઓને લીધે ઘરમાં અને નજીકમાં જ આવેલી સમાજની વાડી સુધી લોકોની ચહલ-પહલ બરાબર જામી હતી. સદાનંદભાઈ, નમ્રતાના પિતા, પોતાની બધી વ્યવહાર કુશળતા વાપરીને સગા-સંબંધીઓની સરભરામાં કાંઈ ખામી ન રહી જાય તેની કાળજી રાખીને બધાને મળવામાં, સ્વાગત કરવામાં અને આયોજનમાં વ્યસ્ત હતાં. દીકરીનાં લગ્ન સમયે ત્રણ-ચાર વર્ષથી રિસાયેલ નાનોભાઈ દામોદર એટલે કે નમ્રતાના કાકા પણ આજે મોટાભાઈની પડખે ને પડખે હાજર હતા. સદાનંદભાઈનો બે-એક મહિનાથી લગ્નની