શમણાંના ઝરૂખેથી - 14. શમણાંની પાંખોએ ભર્યું છે જોમ..

  • 2.7k
  • 1.6k

૧૪. શમણાંની પાંખોએ ભર્યું છે જોમ.. ....સવારે જાગીને ઘડિયાળમાં જોયું, તો સાત વાગ્યા હતા. 'બહુ મોડું નથી થયું' એમ વિચારી પોતાના પ્રિય અરીસાને મળી, વાળ સરખા કર્યા, અને પછી ફ્રેશ થઈ રસોડામાં પહોંચી; ચા-નાસ્તા માટે મમ્મીની મદદે. આમતો આ એનો રોજીંદો ક્રમ હતો. કાંઈ ખાસ નહીં ને કાંઈ નવીન નહીં. કોઈ ઉતાવળ હતી નહીં. ક્યાંય કોઈ કલાસમાં જવાની ચિંતા હતી નહીં. બસ, જે હતું તે ઘરનું કામકાજ અને લગ્નની તૈયારી. લગ્નને બહુ દિવસ બાકી પણ ન હતા. લગ્નની તૈયારી વાયુવેગે ચાલી જ રહી હતી. સદાનંદભાઈએ બધું જ આયોજન કરી દીધેલું. માતાજીના સ્થાનકે પહેલી કંકોત્રી, સગા-સંબંધીઓને લગ્નનું આમંત્રણ, લગ્નની વિધિ માટેનું