એક પત્ર કૃષ્ણને...

(17)
  • 3.5k
  • 3
  • 1.4k

જય શ્રી રાધે ક્રિષ્ના બધાને..મન બહુ ચકરાવે ચડ્યું, માટે થયું કે આજ બધું જ કામ પડતું મૂકીને આ કામ હું પેલા કરું અને એજ કામને અંજામ આપ્યો...એક પત્ર કૃષ્ણને...આમ તો તું બધું જાણે જ છે પણ છતાં મારો બળાપો કાઢવા જ તને પત્ર લખું છું. થોડો સમય તો મારી મહામારીને જીલવા માટે તારે કાઢવો જ પડશે.. માટે પહેલેથી તને થેંક્યુ.. કારણકે હું તરત જ ઋણ ચુકવવામાં માનુ છું, હા તે જ શીખવ્યું છે.તું આ કર્મફળનું ચક્ર આ લેટેસ્ટ જમાના પ્રમાણે થોડું સેટ કર ને! ક્યાં જન્મનું ફળ ક્યાં જન્મમાં આપે એ સમજ જ નહીં પડતી.. એ તો તારે આપવાનું જ છે