જેગ્વાર - 13

  • 2.3k
  • 2
  • 1.1k

પ્રકરણ તેર/૧૩ જેગ્વારના હાથમાં પેલા અજાણ્યા માણસની પહેરેલી નકલી મોં પરની કોઈ અજીબ ખાલ હાથમાં આવી ગઈ. ખાલની પાછળ નો અસલ ચહેરો જોઈ ત્યાં પેલા પારદર્શક કાચની પાછળ ઉભેલા સ્તબ્ધ થઇ ડઘાઈ ગયા અને સૌમ્યા, સૌમ્યા સફાળી બેઠી થઈ આમથી તેમ કંઈક શોધતી હોય તેમ અશ્વેત છતાં સભાનતા સાથે પથારીમાંથી એક ઝાટકે ઉભી થઇ સામેની દિવાલ તરફની ઘડિયાળ પર નજર કરી જોયું તો સવારના ૧૦:૩૦ 'ઓહ માય ગોડ' હું પથારીમાં ૧૦:૩૦ સુધી ? પહેલીવાર આવું બન્યું આ રુદ્રના બાપા મારાં સપનાંમાં? અને વળી આ ઇન્સ્પેક્ટર અર્જુન નામનું ભૂત પણ?