સૂર્યમંદિર મોઢેરા

  • 4.6k
  • 3
  • 2.2k

ગઈ કાલે મોઢેરા સૂર્યમંદિર જોયું. ફોટા મુકવા કોશિશ કરું છું.. મહેસાણાથી 25 કિમિ જેવાં અંતરે પુષ્પાવતી નદીને કિનારે સહેજ આગળ આવેલું છે. ગુજરાત પુરાતત્વ વિભાગ દ્વારા બહુ જ સરસ દેખભાળ (મેન્ટેનન્સ) કરી તેને જાળવવામાં આવ્યું છે . એ સ્થાપત્ય આશરે 1000 વર્ષ પહેલાં ચાલુક્ય વંશના રાજા ભીમદેવ સોલંકી દ્વારા બાંધવામાં આવ્યું હતું. ખૂબ જ પુરાણું મંદિર છે પરંતું સારી રીતે જળવાયેલું છે. સંપૂર્ણ માળખું રેતીના પથ્થરોમાંથી બનેલું છે અને તેમ છતાં 1000 વર્ષો બાદ પણ અતિ બારીક કોતરણી એવી ને એવી મંત્રમુગ્ધ કરે એવી છે.તેના ત્રણ મુખ્ય ભાગ છે. મૂળ મંદિરને ગર્ભગૃહ, સભા મંડપ અને સામે રામકુંડ જેમાં 108 નાનાં મોટાં