અર્જુને સારંગ પરથી હાલ પુરતું ધ્યાન હટાવી શોર્યસિંહ,ગુરુ સંદીપ અને દુષ્યંતનાં આશીર્વાદ લીધાં.બાકી બધા ભાઈઓને ગળે મળી અર્જુન મેદાનમાં ગયો. સ્પર્ધાની શરૂઆત થઈ. પ્રથમ ત્રણ ભાગ પુર્ણ થયાં જેમાં અર્જુન, વિદ્યુત અને અન્ય ત્રણ રાજકુમારો વિજયી થયાં. ત્યાર બાદ શરૂ થયો ચોથો ભાગ.ગુરુ તપને તેના વિશે માહિતી આપતાં કહ્યું, રાજકુમારો,અહીં તમારી સમક્ષ બે લોલક રાખવામાં આવ્યાં છે.તેને હું જુદી-જુદી ગતિ આપી, અલગ-અલગ દિશામાં દોલન કરાવીશ.તમને બધાને ચોક્કસ રંગના બે તિર આપવામાં આવશે. જે બે રાજકુમારો માત્ર બે તિર વડે જ આ બંને લોલકને ભેદવામાં સફળ રહેશે તે આગળનાં ભાગમાં પહોંચશે.”એટલું કહી ગુરુ તપને બંને દોલકોને ગતિ આપી અને હાથ વડે