એક પૂનમની રાત પ્રકરણ -૮૩ વંદનાનાં રૂમ પાસે પહોંચ્યા અને રૂમનો દરવાજો એમજ ખુલી ગયો એ રૂમમાં કોઈજ નહોતું પરંતુ વંદનાની સામે જોયું તો બધાની આંખો ફાટીને ફાટી રહી ગઈ. વંદના પથારીમાં ઢીંચણથી ઉભા પગે બેસીને હાથ પહોળા કરીને આજુબાજુ ધૂણી રહી હતી. દેવાંશે આવું જોયું અને ચીસ પડી ઉઠ્યો "વંદના દીદી તમે આવું શું કરો છો ? તમને સારું થઇ ગયું ? તમારો એક્સીડન્ટ થયેલો તમારાં પગમાં તો... ત્યાં વંદના વિસ્ફારીત આંખે બોલી...દેવું મારાં ભાઈ તું આવી ગયો ? પેલાં રાસ્કલે મને મારી નાંખવાજ એક્સીડન્ટ કરેલો પણ જો જો મને બધું સારું થઇ ગયું એમ કહી એનાં પગ લાંબા