બીજા દિવસે મનિષ અને એનાં પરિવારનાં લોકો એટલે કે એ, એની પત્ની અને દીકરો પરિતાનાં ઘરે આવી પહોંચ્યા. આમ તો એ લોકો આવ્યા હતાં પરિતાનાં પપ્પાની ખબર પૂછવા માટે પણ વિગતો કઢાવી રહ્યાં હતાં પરિતાની. પરિતાએ સમર્થ સામે એક નજર કરી. લાંબું કદ, મધ્યમ શરીર, સાધારણ દેખાવ છતાં આકર્ષક વ્યક્તિત્વ. પરિતાને સમર્થ ગમ્યો તો ખરો એટલે એનાં ચહેરા પરની મૂંઝવણની રેખા થોડી ઓછી થઈ ગઈ. મનિષ સાથે વાતો કરતાં - કરતાં પરિતાનાં પપ્પા સમર્થ સાથે વાતોએ વળગ્યા."બેટા..., તું કેટલું ભણ્યો છે....?""જી..,મેં ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ કર્યું છે..,અંકલ...""વાહ.., સરસ...!""નોકરી...ક્યાં કરે છે...."?"હું એક પ્રાઇવેટ કંપનીમાં હેડ એન્જિનિયરની નોકરી કરું છું.""ઓહ...! સરસ....,સરસ....""પગાર કેટલો....?""સારી રીતે જીવી