આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ

  • 4.2k
  • 1
  • 1.6k

લેખ:- આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ઈ. સ.૧૯૯૯નાં નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦થી દર વર્ષે મનાવવામાં આવે છે. જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું. દુનિયાની ૭૦૦૦થી પણ વધુ ભાષામાંથી અડધી ખલાસ થવાની તૈયારીમાં છે. એમએચઆરડી ૨૧ ફેબ્રુઆરીએ દેશની ભાષાકીય વિવિધતાને ઉજાગર કરવા માટે માતૃભાષા દિવસની ઉજવણી કરશે. યુનેસ્કોએ વિવિધ દેશોમાં ૭૦૦૦થી વધુ ભાષાઓને ઓળખી કાઢી છે, જેનો ઉપયોગ વાંચવા, લખવા અને બોલવા માટે થતો હોવાનું