અંધકારના ગર્તમાં ધકેલાતું યુવાધન

  • 2.8k
  • 1k

સમગ્ર વિશ્વમાં ચીન સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, પરંતુ તેની મોટાભાગની વસ્તી હવે વૃદ્ધ થવા આવી છે. તેની પાસે યુવાનોની કમી છે. વિશ્વમાં સૌથી વધુ યુવાધન આજે ભારત પાસે છે. આ યુવાધનને યોગ્ય દિશા આપવામાં આવે તો ભારત વિશ્વમાં એક મહાસત્તા તરીકે ઉભરી શકે તેમાં જરાય નવાઈ નથી. પરંતુ જો આ યુવાધન દિશાવિહીન થઈ જાય તો ખેતરમાં ઘૂસેલા આખલાની પેઠે બધું જ ખેદાન-મેદાન કરી મૂકે એમ છે. આજનો યુવાન ગરીબી, બેકારી, વ્યસન, હિંસા, ધાર્મિક કટ્ટરતા અને બીજા પ્રત્યેની નફરતથી પીડાઈ રહ્યો છે. જે પોતે પીડિત હોય તેની પાસે દેશના ઉદ્ધારની આશા રાખવી એ નરી મૂર્ખામી છે. અત્યાર સુધી યુવાનોને