વગડાનાં ફૂલો - 16

  • 4.6k
  • 1
  • 1.8k

દરવાજો ખોલાવવા માટે ધમપછાડા કરતો મોહનનો ચેહરો લાલઘુમ થઈ ગયો. દરવાજાના પછડાટનો આવાજ કાળુના કાન સુધી પહોંચ્યો. કાળું કૂવા પાછળથી હડી મેલતો ઘર તરફ આવ્યો. રવજીનાં ઓરડાની સામે મોહન દરવાજો ખોલવા ધમપછાડા કરી રહ્યો હતો. ભીમો ઓસરીની થાંભલી પકડી મફતની મજા માણી રહ્યો હતો. " એલા ખોલાવ દરવાજો. વધારે પાછડ, હમણાં સાંકળ ખુલી જાશે." ભીમો મોહનને પોરહ ચડાવતો બોલ્યો. " મોહન શું કરે છે તું? ને ભીમાકાકા તમે આય?" કાળું ગર્જ્યો. મોહન અચાનક આવી ચડેલા કાળુને જોઈને સહેજ ખચકાયો. છતાંય સામો રૂઆબ કરતા બોલ્યો." મારું ઘર છે! તું શું કરે છે આયા એ કે?" " મને