ભીમો ને મોહન એક બીજાથી દુરી બનાવતા કોઈને શંકા ન પડે તેમ મોહનનાં ઘર તરફ જઈ રહ્યા હતા. ભીમા અને મોહન ઉપર ચાંપતી નજર રાખવા બજારના ઓટલે બેસેલો કાળું બંનેને એક બીજાની આગળ પાછળ ચાલતા જોઈ ગયો. " નક્કી બેય નો રસ્તો એક જ છે." કાળું પણ ધીમા પગલે ચાલતો બંનેની ગતિ વિધિ પર નજર રાખવા લાગ્યો. ભીમો મોહના ઘરથી સહેજ દૂર પોતાની નજર પહોંચે એ રીતે વડલાના છાયે બેઠો. મોહન ઘરમાં પ્રવેશ્યો. કડવીબેન, અને કંચન વાતો કરી રહ્યા હતા. મોહનને આવેલો જોઈ કંચન સાડલો માથે ઓઢી પોતાના ઓરડામાં ચાલી ગઈ. ફળિયામાં ખાટલો ઢળતા મોહન