વગડાનાં ફૂલો - 14

  • 3.2k
  • 1
  • 1.6k

જમકૂમાનાં આકરા વચનને, કંચન બંધ આંખે સાડલો કપાળ સુધી સરકાવી સાંભળતી હતી. પોતાના ઓરડાના ઢોલિયાના પાયાને રવજી સમજી કંચન પાયાનેબાથમાં લઈ વળગી. " ક્યાં ભવના બાકી હશે!" મનમાં આક્રંદ કરતી એને રવજીના શબ્દો યાદ આવ્યાં. " કંચન એ માં છે. મારી! પણ તારી નહિ." જમકુમાના ગયા પછી તરત કાળું ઘરમાં પ્રવેશ્યો. એના ચહેરા પરનું નુર ઉડી ગયું હતું. એ આવતો ત્યારે રવજી એને અચૂક ઓસરીના ખૂણે જોવા મળતો. ઓસરીના ખૂણા બાજુ કાળુંએ આછી એવી નજર ફેરવી. ત્યાં રવજીના ઓરડાના અધખુલ્લા દરવાજામાંથી ઢોલિયા પાસે કંચન બેઠી દેખાઈ. કંચનના ઝાંખા પડી ગયેલા ચહેરાને જોઇ કાળુંનું હદય ખિન્ન