સગપણ થયાને પંદરમે દ'હાડે રવજી ઘોડે ચડી, જાજેરીજાન જોડી પરણવા ઉપાડ્યો. કંચન અને રવજીના મંગલ ગીતોના ગાન ગાતી જાનડિયું થાકતી ન હતી. " શિવ પારવતીની જોડી સે." બાયું રવજી અને કંચનનાં દુખણાઓ લેતી આંગળાના ટચક્યા ફોડવા લાગી. પ્રથમ મીલનની રાતમાં બંને એક બીજામાં ઓતપ્રોત થઈ ગયા રવજી પોતાની સઘળી તકલીફો ભૂલી ગયો. અને મનોમન નિર્ધાર કર્યો "જ્યાં લગણ જીવીશ તા લગણ તારા હંધા ઓરતા પૂરા કરીશ." તે દિવસે કંચને રવજીના હોઠ ઉપર આંગળાના ટેરવા રાખી કહ્યું." હું પણ." કહેતા એ શરમાઈ ગઈ. રવજી પોતાના છેલ્લા બચેલા દિવસો કંચન સાથે સુખમય પસાર કરવા લાગ્યો. કંચન