લાલ રંગના સુંદર પાનેતરમાં આજે મધુ સ્વર્ગથી ઉતરેલી અપ્સરા જણાઈ આવી. તેના ભરાવદાર હોઠ ને તો કોઈ લાલી ની જરૂર જ નહોતી અને લોકોની નજરથી બચાવવા માંએ દીકરીની આંખોમાં કાજલ ભરી આપી.સહેલીઓ તો આજે મધમાખીની જેમ મધુની આસપાસ ભમરાણી. ગામ આખું આજે તો વિજુભા ના ઘેર ભેગું થયું. વિજુભા નો હરખ તો માંયે ન માતો, અને કેમ ના હોય હરખ પોતાની એકની એક દીકરી ગામના રાણા શેઠ ના ઘરે જે જવાની હતી. વિજુભા ગામ નો સીધો સાદો માણસ.ગામના પાદરે જમીન ના નામે એક નાનો ટુકડો, જેમાં પાક ઉગાડી ને તે પોતાના પરિવારનું ભરણપોષણ કરતો