લેખ:- સારસ જોડી - પ્રેમનું પ્રતિક લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની સારસ સારંગ-વર્ગના સારંગ-કુળનું પક્ષી છે. સારંગ-કુળનાં અન્ય પક્ષીઓમાં કુંજ (common crane) અને જળમરઘી (water hen) વગેરેનો સમાવેશ થાય છે. સારસને અંગ્રેજીમાં ‘ક્રેન’ કહે છે અને તેનું શાસ્ત્રીય નામ Grus antigone છે. સારસ ભારતનું સૌથી મોટું પક્ષી છે. ભારત ઉપરાંત બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર(બ્રહ્મદેશ)માં પણ ખેતરો કે જળાશયોની આસપાસ હમેશાં જોડમાં જોવા મળે છે. સારસ ગીધથી મોટું, ઊભું રહે ત્યારે 1.22થી 1.52 મીટર (4થી 5 ફૂટ) ઊંચું દેખાય છે. લાલ ડોક, રાખોડી રંગનું શરીર અને લાંબા રાતા પગ ધરાવતું, લગભગ મનુષ્યની ઊંચાઈવાળું આ મહાકાય પક્ષી તેના આકર્ષક દેખાવ અને છટાદાર ચાલથી