૧૧. વ્યગ્ર શમણાંને શાતા વળી.. ....નમ્રતાએ એક મેસેજ મોકલી દીધો, 'ફ્રી થાવ ત્યારે ફોન કરશો?" અને લગભગ બારેક વાગ્યાની આસપાસ ફોન આવી ગયો. મમ્મી રસોડામાં હતા. નમ્રતાએ 'આવું છું' કહી પોતાનાં રૂમમાં જઈ વાત પણ કરી. ડાન્સિંગ અને સંગીત ક્લાસીસની વાત પણ જણાવી. "બહુ જ સારું કહેવાય" એવા સુહાસનાં શબ્દોથી નમ્રતાનાં શરીરમાં સ્પંદન ફરી વળ્યાં, પણ બે-ત્રણ દિવસ ઓફિસનું કામ વધારે હોય; ક્યાંય નીકળાય એવું નહોતું, વાતથી મુખ પર થોડી ઝાંખપ પણ આવી ગઈ. વધારે વાત થાય એવું તો હતું નહીં. સુહાસ પાસે બહુ સમય નહોતો; ને ફોન પર વધારે શું વાત કરવી એ સૂઝતું પણ નહોતું. નમ્રતા કાંઈ પણ