પરિતા - ભાગ - 4

(13)
  • 3.7k
  • 2.3k

પરિતાએ ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર્યા પછી પોતાનાં પિતાની સમક્ષ એક રજૂઆત કરી. એણે કહ્યું કે, "પપ્પા..., મેં વિચારી લીધું છે કે જ્યાં સુધી ભણવાનું પૂરું કરી, ઉચ્ચ પદની નોકરી કરી, મારાં લગ્ન માટે પૈસા જમા ન કરી લઉં ત્યાં સુધી હું લગ્ન નહિ કરું.....,""બેટા....., તું ક્યારે પોતાનું ભણવાનું પૂરું કરી લઈશ....,ક્યારે નોકરીએ લાગીશ....ને ક્યારે પૈસા ભેગા કરી લઈશ....?! ત્યાં સુધીમાં તો સારાં - સારાં છોકરાઓ હાથમાંથી નીકળી જશે...!""પણ....,પપ્પા....,""બેટા...., અમે આજે છીએ અને કાલે નથી...., સારાં ઘરમાં તને અને શિખાને પરણાવીને ઠરીઠામ કરાવી દઈએ એટલે અમને તમારી ચિંતા ન રહે અને નિરાંતપણે અંતિમ શ્વાસ લઈ શકીએ...""પપ્પા..., અત્યારથી મરવાની વાત શું કામ