તુ મેરા દિલ.. - 7 - છેલ્લો ભાગ

  • 3.3k
  • 1.1k

તું મારો આત્મા, તું મારો દીકરો, તું જ્યાં રહે, એ જ ઘર. ડેડી, હું મોટો થઈને વિદેશ ભણવા જઈશ તો તમે શું કરશો એકલાં? ડેડી, હું તો તમારા દિલમાં રહું છું, એજ તો મારું ઘર છે. તમે કહો છો ને તું મેરા દિલ... સમય ધીરે ધીરે ચાલે તો ક્યારેક ઝડપથી. આજે સવારથી બેચેની અનુભવતો હતો આરવ. દિલમાં ખૂબ મુંજારો થતો હતો. ઘડી ઘડી આંખમાં ભીનાશ આવી જતી હતી. આરવ વિચારતો કે હું વધારે પડતો ઈમોશનલ છું એટલે મારી સાથે આ થઈ રહ્યું છે. પિતા અને ડૉક્ટરની હાજરીમાં જ આયુષને હાર્ટએટેક આવ્યો, જીવલેણ નીવડ્યો, ઘણી ટ્રીટમેંટ આપી પણ હાર્ટ ચાલુ થયું