૯. શમણાંની ભીતર ધબકે ફફડાટ.. જમવાનું પત્યું. થોડી વાતો થઈ. સુહાસને તેનાં એક મિત્રને ત્યાં જવાનું હતું. સાંજે ફરી મળવાનું હતું. નમ્રતાની આંખોને એ સાંજનો ઇન્તજાર હતો.... વધુ આગળ..... દિવસની થયેલી ઘટનાઓ - સુહાસનો હેલ્મેટ ઉતર્યા પછીનો ચહેરો, એક બાજું થોડાં ચીપકેલા વાળ, વાતને ટૂંકમાં પતાવી દેવાની રીત, ચા પીવાની વાતની મૂંઝવણ, ભોજન વખતે ચહેરા પર પડેલી તીખી ને ખાટી કરચલીઓ, બાજુમાં કાઢી મુકેલા બટેટાના બે ફોડવા અને ચોળીનાં બે-ચાર દાણા..., ને પછી આંગળીઓ ચાટી લેવાની ઈચ્છાને દબાવી રાખેલો ગુલાબી થતો ચહેરો, દાળ-ભાતની ફોરમ લેતાં નાકને જોવા ક્યારેક ઉપલા હોઠ સુધી ડોકિયું કરી જતી જીભ; અને, પપ્પાની નજર ચૂકાવી રસોડા