અનાયાને પોતાનાં ગર્ભમાના બાળક સાથે વાત કરી રહી હતી.આજે પગની કિક વધારે આવી રહી હતી. હાથની થાપ વાગી રહી હતી. ગોળ ગોળ ઘૂમી રહયું હતું. આંખોની પલકોનો અહેસાસ થઈ રહ્યો હતો. અનાયા પ્યારથી પૂછતી હતી શું થયું છે તને આજે?અનાયાને લેબર પેઇન ઉપડ્યું, આરવ બૂમો પાડતી રહી, નથી સહન થતું હવે, તું હોસ્પિટલે લઇ જા મને. આરવ તરત કારમાં અનાયાને લઇ દોડ્યો. ટ્રાફિક જામ ઠેર ઠેર હતો. શું થશે હવેની ચિંતા? રસ્તો ખૂટતો નહોતો આજે. એક પરગજું માનવી મદદમાં આવ્યો. જેને અનાયાની હાલત જોઈ હતી. ટ્રાફિકમાંથી રસ્તો કરી આપ્યો આરવને. ઝીણો ઝીણો રડવાનો અવાજ સંભળાયો, આરવનું દિલ વધારે ધડકવા લાગ્યું. પિતા