તુ મેરા દિલ.. - 2

  • 2.9k
  • 1
  • 1.2k

ભાગ --૨..સવારનો સૂર્યોદય આજે આહલાદક ભાસતો હતો. દરિયામાંથી જ સૂર્યને ઉગતો જોવો એટલે જાણે હાથવેંત દૂર લાગતો, હમણાં હાથમાં આવી જશે. એના પારજાંબલી કિરણો શરીર પર પડતા એક એનર્જીનો સંચાર થયો. પુરા શરીરમાં એક અદ્રશ્ય શક્તિની ખુશીથી લહેર દોડી ગઈ. માં ની ગોદમાંથી બાળક ધીરે ધીરે બહાર આવે એવું જ કંઈ સૂર્ય આખા રાતનાં વિરામ પછી ઉષારાણીનો પાલવ પકડી, સાથ ઘોડાનાં રથ પર સવાર, અદભુત રંગો વિખેરતો શાહી સવારીની છડી પોકારતો, પૂરા વૈભવ સાથે ખુશખુશાલ આનંદ લહેરાવતો સૂર્ય અનેરો હતો. પ્રકૃતિની અકલ્પનિય દ્રશ્ય નજરો સામે તરવરે ત્યારે અંતરની ઉર્મિઓથી સ્ફુરતા શબ્દો લેખક કંડારી લેતો હોય છે એવું જ કંઈક આરવે