પરિતા - ભાગ - 3

(11)
  • 4k
  • 2.5k

પરિતાએ પોતાની ઓફિસમાં વધારે દિવસની રજા મૂકી દીધી. પપ્પાની સારવારમાં, ઘર સાચવવામાં ને આર્થિક રીતે મદદરૂપ થવામાં એ મમ્મીની સાથે ખડેપગે ઊભી રહી. જ્યાં સુધી પપ્પા હોસ્પિટલથી ઘરે આવી ગયાં ત્યાં સુધી એણે હોસ્પિટલની અને ઘરની મોટાભાગની તમામ જવાબદારીઓમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો. શિખા નાની હોવાથી અને દાદી અશક્ત હોવાથી પરિતાએ એકલે હાથે જ બધું કામ પૂરું પાડ્યું હતું. જો કે શિખા અને દાદીએ પરિતાને નાનાં - નાનાં કામોમાં મદદ કરવામાં પાછી પાની રાખી ન હતી. પપ્પાની તબિયત હવે એકદમ બરાબર થઈ ગઈ હતી ને એટલે જ હવે એમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી