શમણાંના ઝરૂખેથી - 8 - શમણાં ઝંખે મીઠો અહેસાસ..

  • 3k
  • 1.8k

૮. શમણાં ઝંખે મીઠો અહેસાસ.. "એક વાર મારા હાથની બનેલી રસોઈ ચેક તો કરે..!'' એવાં વિચારો સાથે, માથાનાં વાળને બાંધતા બાંધતા, નમ્રતા નીકળી પડી જાણે મોટો જંગ લડવાનો હોય! તૈયાર થઈ, પૂજા-પાઠ પતાવ્યા અને રસોડામાં પહોંચી ત્યારે ચા તૈયાર હતી. ચા સાથે નાસ્તો કર્યો. સાડા નવ વાગ્યે રસોઈની થોડી તૈયારી શરૂ પણ કરી દીધી. સલાડ ને શાકભાજી લઈ બેઠકરૂમમાં આવી ગઈ. સોફા પર મમ્મીની બાજુમાં આવીને બેસી ગઈ. "ચકુ, આટલી ઉતાવળ કરવાની જરૂર નથી. હજું આરામથી બનાવીએ તો ચાલશે." મમ્મીએ નમ્રતાને ટકોરી. "એ તો ઊંધીયા માટે થોડી તૈયારી તો કરવી પડશે ને? દાળ તો પલાળવા મૂકી દીધી છે. અને, આ