પરિતા - ભાગ - 2

(12)
  • 4.3k
  • 2.8k

એ રાત ઘરનાં બધાં સભ્યો માટે ખૂબ જ ખુશ રહી. દાદી કે જેમણે ઘણાં વર્ષોથી બહારનું ખાધું ન હતું એમણે પણ એ રાત્રે હોટલમાં જમવાની લહેજત માણી હતી. રાત્રે ઘરે આવ્યા પછી બધાં સૂવાની તૈયારી જ કરી રહ્યાં હતાં ત્યાં અચાનક જ પપ્પાએ છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી. પરિતાએ તાત્કાલિક ડૉક્ટરને ફોન કરી ઘરે બોલાવ્યા ને દાદી અને મમ્મીએ ડૉક્ટર આવે ત્યાં સુધી ઘરેલુ ઉપચારનાં આવડે તેટલાં નુસખાઓ અજમાવી જોયાં. ઘરેલુ ઉપચારથી પપ્પાની તબિયતમાં કોઈ સુધાર જોવા મળ્યો નહોતો! એટલે બધાં કાગડોળે ડૉક્ટર આવવાની રાહ જોઈ રહ્યાં હતાં. પંદર-વીસ મિનિટમાં તો ડૉક્ટર હાજર થઈ ગયાં. એમણે પપ્પાને તપાસ્યા ને કહ્યું કે, "અતિ