આગળનાં ભાગમાં આપણે જોયું : “આ મને શું થઇ રહ્યું છે?”અર્જુને પોતાનાં માથાં ઉપર હાથ રાખતાં કહ્યું. ત્યાંજ તેનું ધ્યાન સામેની ઝાડીઓમાંથી આવતાં વાઘ તરફ પડ્યું.તેણે પોતાની બાજુમાં પડેલ ધનુષ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પણ તેનાં અશક્ત થઇ ગયેલાં હાથે તેનો સાથ ન આપ્યો. એ વાઘ ધીરે-ધીરે તેની તરફ આગળ વધ્યો અને છલાંગ મારી. અર્જુને પોતાની આંખો બંધ કરી દીધી.ત્યાં જ એક તિર આવ્યું અને વાઘની પીઠમાં ખુંપી ગયું. ... હવે આગળ, તિર વાગવાથી તરાપ મારી રહેલો વાઘ દુર ફંગોળાયો.પોતાની મોત વાઘ રૂપે જોઇ ગયેલાં અર્જુને ધીમે-ધીમે પોતાની આંખો ખોલી. તેનાં આશ્ચર્ય વચ્ચે વાઘ બેભાન થઇને નીચે પડ્યો હતો અને તેની