વીર માંગડાવાળો

  • 9.1k
  • 3
  • 3.8k

નેસડામાં રાતે વાળુ કરીને સહુ માલધારી બેઠા હતા. આઘેથી ભૂતના ભડકા સળગતા લાગે તેવી રીતે ચલમો ઉપરનો દેવતા ફૂંકે ફૂંકે ઝબૂકતો ને વળી ઝાંખો પડી જતો હતો. વરસાદ મોટે મોટે ફોરે ઠમ ! ઠમ ! ઠમ ! પડતો હતો, અને નીચાં ઘરનાં નેવાં ટપકતાં હતાં. તેનાં ટીપાં નીચે ખાબોચિયામાં પડીને ટપક ! ટપ ! ટપક ! ટપ ! એવા ભાતભાતના સૂર કાઢી કાંઈક વાતો કરતાં હતાં. આખી ગીર ઉપર અંધારું પથરાઈ ગયું હતું. વાત તો એમ ચાલતી હતી કે –"ભાઈ, હમણાં એક ચમત્કાર બની ગયો.”“શું ચમત્કાર?”"કંટાળે ગામેતીને ઘેર એક ચારણ આવેલો. ચીંથરેહાલ ચારણ, વાર્તા-કવિતા તો કાંઈ આવડે નહિ, પણ ગામેતી