નામ વગરના સંબંધો

(14)
  • 3.7k
  • 1.3k

બગીચાની બંને બાજુ ગુલમહોરનાં વૃક્ષોની હારમાળાઓથી સજજ રસ્તા ઉપર કેસરી ફૂલોની ચાદર પથરાઈ ગઈ હતી. રસ્તા પરના બાંકડાઓ ઉપર ઝાકળના બિંદુઓ ચમકી રહ્યા હતા. બગીચાની ડાબી બાજુએ નાની એવી તલાવડી બનાવવામાં આવી હતી. તલાવડીમાં ઉગાડેલા ગુલાબી, સફેદ, કમળો નજરને ઠારી રહ્યા હતા. તલાવડીની આસપાસ નીરવ શાંતિ હતી. ઘોંઘાટિયા શહેરની વચ્ચે માનવ દ્વારા બનાવવામાં આવેલો આ બગીચો પ્રકૃતિના ખોળે રહી શાંતિ મેળવવાનો એક માત્ર સ્ત્રોત હતો. મોર્નિંગ વોક અને લાફ્ટર ક્લબ વાળા સિવાય સવારમાં અહીંયા ખાસ કોઈ નજરે ચડતું નહિ. સાંજના સમયે બાળકોની કિક્યારીઓથી આખો બગીચો ગુંજી ઉઠતો. અહીં બગીચાનાં બાંકડે બેસી કેટલાયે પ્રેમી યુગલોએ હાથમાં હાથ પરોવી પોતના