શમણાંના ઝરૂખેથી - 6 - શમણાંને ટાઢક વળી..

(12)
  • 3.5k
  • 2.1k

૬. શમણાંને ટાઢક વળી.. "સુહાસ સાથે વાતચીતમાં ધ્યાન રાખવું પડશે... કોઈ પણ ભાવનામાં વહ્યા વગર.., એનાં કુટુંબને, ઘરનાં લોકોને સમજવા પ્રયાસ કરવો જોઈએ..." આવા વિચારોએ નમ્રતાનાં મનમાં સ્થાનતો લીધું, પણ એણે નક્કી કર્યું કે એવું કંઈક કરું કે જેથી સુહાસના ઘરમાં બધાં સાથે પ્રેમભર્યું, સહજ તેમજ હુંફથી ભરેલું માહોલ કાયમ બની રહે.., અને મારા શમણાંઓ ને પણ એક હૂંફ મળે.., એક ખુલ્લું આકાશ મળે.. બસ, એટલું જ. બપોરે સુહાસનો ફોન હતો. 'રવિવારે સાંજે ફરવા જઈશું?' બસ, એક કલાક.. આઈસ-ક્રીમ ખાઈ, થોડું ફરીને પાછા આવી જવાનું.." એવી તેની ઈચ્છા હતી. સગાઈ થઈ છે, મળવામાં એમ કોઈ બંધનતો નહીં જ. નમ્રતાએ મમ્મીની