જેલ નંબર ૧૧ એ - ૩૧

  • 2.5k
  • 3
  • 1.2k

મિષ્ઠાનની વાત નીકળતા મૌર્વિના મોઢામાં પાણી આવી ગયું. પાણી. આસું. વિશ્વાનલતો રડવા લાગ્યો. જોર - જોરથી, જાણે તેનું કોઈ વહાલસોયું મૃત્યુ પામ્યું હોય. અને સમર્થ જમવા લાગ્યો. ત્યુશાનતો બસ મૌર્વિને જોતોજ રહ્યો. તેની નજર એડલવુલ્ફા પર પડી, તો તેને કશુંક બદલેલું લાગ્યું. એવું લાગ્યું જાણે.. જાણે એડલવુલ્ફા કોઈ વાતથી ચોંકી ગઈ હતી. તેની કમ્મર એકદમ ટટ્ટાર હતી.. અને તે નીચે જોતાં કશુંક વિચારતી હતી. પછી તો જાણે તે બધુ એકદમ જ થઈ ગયું. હવા.. હવામાં અવાજ.. અવાજ સાથે ધુમાડો. કાળો ધુમાડો, આંખોની સામે, ચામડી પર ઠંડી, આંખોમાં આંસુ, આસું ગાલ પર પડે, ગાલથી નીચે હોઠ પર ઓસરે, હોઠ પર પણ