તુલસી....

  • 2.5k
  • 1
  • 986

તુલસી......! કોઈ છોકરી શહેરના જાણીતા ગાર્ડનમાં બાંકડે એકલી બેઠી બેઠી હીબકાં લેતી હતી.દુપટ્ટા વડે આંસુ લુછતી હતી.ઘટાદાર વેરવિખેર વાળ તેના ચહેરાને ઢાંકી રાખેલા હતા.નીચું મુખ અને બેઉ હાથે આંખો લુછતી હતી.નીચે નારી સહજ પગનો અંગુઠો ધરા ખોતરતો હતો.પાતળી કમર ફરતે શરીરને એકદમ કસોક્સ ડ્રેસ વડે ઢાંકેલ હતું.તેની નજીક કોઈ જ બેઠેલું ન હતું.શ્યામ તે બાંકડાથી થોડે દૂર લટાર મારતો હતો. સાંજ થવા આવી હતી.ગાર્ડનની બત્તીઓના ઝગમગાટથી ગાર્ડનમાં અજવાળાં થઇ ચુક્યાં હતાં.એકલી અટૂલી બેઠેલી તુલસી પર વારંવાર તે નજર કરતો કરતો બગીચામાં ચક્કર લગાવતો હતો.તેનાથી ના રહેવાયું.લોકો પોતપોતાની રીતે ચક્કર મારતાં હતાં.સૌ સૌના ગ્રુપમાં મશગુલ હતાં.પરંતુ શ્યામ એકલો હતો.તે