આ એક નાની છતાં રસપ્રદ છે ને દૃશ્ય નિરૂપણ શૈલીમાં લખેલી વાર્તા છે. સંવાદોની જગ્યાએ મનોભાવ અને સામાજિક સ્થિતિને દર્શાવતા વર્ણાત્મક શબ્દો વાચકને એક દૃશ્ય રચવામાં મદદ કરશે તેવી આશા છે. સાથે સાથે જો બંને પાત્રોના ભાવજગતની મર્યાદા અને અપેક્ષાની જલદતા જો વાચક સહજતાથી માપી અને માણી શકે તો આ લખાણ સાર્થક ગણાશે. પ્રતિભાવ આપશો. આભાર.દૃશ્ય - ૧ ખભે ટીંગાતું દફતર સતત પૃથ્વીને ભેટવા તત્પર હતું. મૂરઝાયેલાં ચહેરા સાથેના વિદ્યાર્થીનો ભાર તેના બૂટ ઢસડાઈને વેંઢારી રહ્યાં હતાં. રસ્તો પણ કર્કશ અવાજે જાણે ફરિયાદ કરી રહ્યો હતો. દૃશ્ય - ૨ ઘરે પહોંચીને બૂટમોજાંનો ઉલાળીયો કર્યો, વોટરબેગ સોફામાં નાંખી પણ દફતર ધીમેથી