૧૩ એપ્રિલ, ૧૯૧૯ ના બૈસાખીના દિવસે, બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરના નેતૃત્વમાં, અંગ્રેજી હુકૂમતના સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, શાંત એવાં આબાલ-વૃદ્ધ અને બાળકો સહીત સેંકડો લોકો પર ગોળીઓ ચલાવી, અને સેંકડોને મોતને ઘાટ ઉતારીને જલિયાંવાલા બાગની જમીનને લોહીના લાલ રંગે રંગી નાખી હતી. જેમાં ૪૦૦ લોકો શહીદ અને ૧૫૦૦ થી વધુ ઘાયલ થયા હતા. આ આખું ટોળું, અહિંસક વિરોધીઓ અને બૈસાખીના યાત્રાળુઓનું હતું.આ દર્દનાક, આકરું અને રૂંવાટી ઉભી કરનારીઐતિહાસિક ઘટના વિષે, કયો એવો ભારતીય હશે, જેને નહીં ખબર હોય??ચાલો, કાંઈ પણ આગળ ચર્ચા કરવા પહેલા, એક નઝર એ દુર્ઘટનાની બારીકીને યાદ કરીએ. જ્યારે જનરલ ડાયર પોતાની ટુકડીને લઈને ત્યાં પહોંચ્યા, ત્યારે