હૃદય પરીવર્તન

  • 3.6k
  • 1
  • 1.7k

*આ એક લોકવાર્તા નથી પણકાનજી ભુટા બારોટનાં જીવનમાં બનેલી એક સત્યઘટના છે.*ધીમે ધીમે સૂરજ નારાયણ આથમણી દિશામાં પોઢી ગયા. વાળુપાણી કરી ટીંબલા ગામને ચોરે લોકોની ભીડ જામવા લાગી. સૌ કોઈ પોતપોતાનાં મિત્રો, સ્નેહીઓની આસપાસ ગોઠવાવા લાગ્યા. ત્યાં તો ડાયરો જેની રાહ જુએ છે એ કાનજીભાઈ હાથમાં જંતર લઈ પધાર્યા. પગ પર પગ ચડાવ્યો. જંતરની ચાવીઓ ચડાવી તારનો ઝીણેરો ઝણકાર કર્યો. ઝણકાર ચાલુ રહ્યો ને જાણે કોકની રાહ હોય એમ આડા – અવળી નજર કરતા જંતરની ચાવીઓ ઉતાર ચડાવ કર્યા કરી.અને ત્યાં તો પાંચ હાથપુરી કદાવર આકૃતિ કળાણી. ભરાવદાર ચહેરા પર પૂળો એક મૂછો તેની ગરવાઈ દેખાડતી હતી. તમામ ડાયરાને રામ