83 (મુવી રીવ્યુ)

  • 2.8k
  • 1.2k

ભારતની આઝાદીના 36 વર્ષ પછી, જેમની ગુલામીમાં હતા એ અંગ્રેજોની જ રમત ક્રિકેટમાં 60 ઓવરના ડે ફોર્મેટમાં વર્લ્ડકપ - 1983, જેને પ્રુડેન્સીયલ વર્લ્ડકપ કહેવાય છે એ ઇંગ્લેન્ડમાં રમાયો. પણ એના કારણે ઈન્ડિઅન સિનેમામાં કોઈ ફિલ્મ બનાવે ? ના જ બનાવે ને. (ખરો સિનેમાપ્રેમી બનાવેય ખરો હોં ! પણ આ કંઈ પહેલી વાર નહતું. વર્લ્ડકપ એ ફોર્મેટમાં રમાતા જ હતાં.) પણ આપણને બધાને ખબર છે જ કે ભારત માટે એ ઐતિહાસિક ઘટના એટલે છે કેમકે એ વર્લ્ડકપ ભારતે જીત્યો હતો. કપ્તાન હતાં કપિલ દેવ. હાં ! હવે લાગે છે કે, કોઈ ફિલ્મ બનવી જોઈએ. પણ, પણ, પણ એ 2021પહેલા બની નહિ.