પ્રેમરંગ. - 28

(12)
  • 2.1k
  • 1
  • 1k

પ્રકરણ-૨૮ મોહિનીએ જ્યારે પોતાના પિતાને પૂછ્યું, "બાપુજી! અમારી મા ક્યાં છે?" ત્યારે પોતાની દીકરી મોહિનીનો અચાનક આ પ્રશ્ન સાંભળીને એના પિતા એને શું જવાબ આપવો એ વિચારી રહ્યાં. પણ મોહિનીના આ પ્રશ્નનો ઉત્તર રેશમે આપ્યો. રેશમ બોલી, "આપણી મા હવે આ દુનિયામાં નથી રહી મોહિની! એ તો આપણને છોડીને બહુ વર્ષો પહેલાં જ જતી રહી હતી. પણ જતાં જતાં પણ એ સારું કામ કરતી ગઈ અને આપણાં બંનેની જિંદગી સુધારતી ગઈ." મોહિની તો આ સાંભળીને સાવ જડની જેમ ત્યાં જ ઉભી રહી ગઈ હતી. પોતાની મા ના મૃત્યુના સમાચાર એને આ રીતે મળ્યાં એટલે એ થોડી અસ્વસ્થ થઈ ગઈ હતી. પણ