પ્રકરણ-૨૩ બાદલે જ્યારે કહ્યું, "રેશમની ખબર તો મળી ગઈ છે પ્રેમ કપૂર! પણ.." "પણ શું બાદલ? મને જલ્દીથી કહે. મારી ધીરજ હવે ખૂટી રહી છે. હું હવે વધુ રાહ જોઈ શકું તેમ નથી. રેશમ ઠીક તો છે ને? ક્યાં છે એ? મને જલદી કહે બાદલ!" પ્રેમ કપૂર બોલવા લાગ્યા. પ્રેમ કપૂરની ધીરજ હવે ખરેખર ખૂટવા લાગી હતી. એ ખૂબ જ અધીરા બની ગયા હતાં. "તમે પહેલાં તો શાંત થઈ જાઓ. પ્રેમ કપૂર! બહુ પેનિક ન થઈ જાઓ. હું તમને બધું જ કહું છું પણ બધી વાત ફોનમાં થઈ શકે તેમ નથી. હું તમને રૂબરૂ મળીને જ બધી વાત કરવા માંગુ