પ્રેમરંગ. - 20

(12)
  • 2.2k
  • 1
  • 1.2k

પ્રકરણ-૨૦ શાહિદે આવીને બધાને કહ્યું, "મોહિનીના ઘર પર પથ્થરમારો કોણે કર્યો હતો એની જાણ થઈ ગઈ છે." "કોણે? કોણ છે એ કે, જેણે મોહિનીના ઘર પર પથ્થર મારો કર્યો હતો? એને તો અમે લોકો જીવતો નહીં છોડીએ." એની આ વાત સાંભળીને પ્રેમ કપૂર અને આદિલકુમાર બંને જણાં એકસાથે જ પૂછી ઉઠ્યા. કારણ કે, બંનેના મનમાં આ પ્રશ્ન તો ઘણાં સમયથી રમી જ રહ્યો હતો અને બંને પોતાની રીતે આ સવાલનો જવાબ મેળવવાની કોશિશ કરી રહ્યાં હતાં. પણ હજુ સુધી બંનેમાંથી કોઈને પણ આ પ્રશ્નનો જવાબ મળી જ રહ્યો નહોતો અને આજે અચાનક જ શાહિદે આવીને બંનેને આ વાત કરીને એકદમ