પ્રેમરંગ. - 18

(11)
  • 2.6k
  • 1
  • 1.2k

પ્રકરણ-૧૮ પ્રેમ કપૂર અને આદિલકુમાર બંનેના મનમાં અત્યારે એક જ પ્રકારના વિચારો ચાલી રહ્યા હતા અને એ હતી રેશમની શોધ. અને એ માટે હવે બંને એ પોતાની રીતે પ્રયત્નો પણ કરવા માંડ્યા હતાં. ડૉ. અનંત આજે હવે મોહિનીનું છેલ્લું સેશન લેવાના હતાં. પ્રેમ કપૂર અને આદિલ કુમારને આજે કદાચ પોતાના અમુક પ્રશ્નોના જવાબ મળવાનાં હતા એવી એ બંનેને આશા હતી. અને પછી મોહિનીને રજા આપી દેવાના હતાં. મોહિનીની તબિયતમાં હવે ઘણો સુધારો હતો. ડોક્ટર અનંતે મોહિનીને હિપ્નોટાઈઝ કરવાનું શરૂ કર્યું. એમણે હવે મોહિનીને પૂછ્યું, "મોહિની! તમે જેમ કહ્યું તે પ્રમાણે તમારી બહેનનું નામ રેશમ છે પણ અત્યારે એ ક્યાં છે