પ્રેમરંગ. - 17

  • 2.4k
  • 1
  • 1.2k

પ્રકરણ-૧૭પ્રેમ કપૂર પોતાની ડાયરીમાં કવિતા લખી રહ્યા હતા ત્યાં જ પાછળથી એમની મા આવી અને એણે પ્રેમને પૂછ્યું, "શું કરી રહ્યો છે દીકરા?""કંઈ નહીં મા! બસ એ તો એમ જ કવિતા લખી રહ્યો હતો." પ્રેમ કપૂર બોલ્યા."શું વાત છે દીકરા? સાવ સાચું કહે. જ્યારથી તું આવ્યો છે ત્યારથી હું જોઈ રહી છું કે, તું બહુ ચિંતામાં છે? એવી શું વાત છે જે તને આટલું બધું પજવી રહી છે? દીકરા! હું તારી મા છું. શું મને પણ તું તારા મનની વાત નહીં કહે? મા ને પોતાના દિલની વાત કહેવાથી મન હળવું થાય છે. કે પછી આટલાં વર્ષોના વિરહ પછી હવે આપણે